બનાસકાંઠા / ઉમરકોટ અને મહાદેવીયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલે વધુ એક આરોપીની અટકાયત



 બનાસકાંઠા / ઉમરકોટ અને મહાદેવીયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલે વધુ એક આરોપીની અટકાયત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ અને મહાદેવીયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલે વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે. અમીરગઢમાં સરકારી જમીનના મામલતદારના નામે ખોટા હુકમ કરી ભેજાબાજોએ લોકો પાસેથી પૈસા પડાવી  કરોડોનું કૌભાંડ આચર્યું હતું. સરકારી જમીન કૌભાંડ મામલે તેમજ સરકારી કર્મચારીનો દુર ઉપયોગ કરી ખોટા હુકમ કરનાર આરોપી કિરણ રણાવાસીયાની 5 દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હતી, હવે વધુ એક આરોપીનું નામ સામે આવ્યું છે.

આ સમગ્ર કૌભાંડમાં મુખ્ય આરોપી કિરણ રણાવાસીયાની મદદ કરનાર મહાદેવીયા ગામના માળી ભરત દિપાની પોલીસે અટકાત કરી છે. મામલતદારના ખોટા સહી સીક્કા કરી સરકારી જમીનના ખોટા હુકમ મામલે 2 આરોપીઓ હા અમીરગઢ પોલીસના સકંજામાં છે. આરોપીઓએ મામલતદાર કચેરીના ખોટા ગોળ  સિક્કા અને મામલતદારની ખોટી સહી કરી સરકારી જમીનના ખોટા હુકમ કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું. લોકો પાસેથી 1 કરોડ 25 લાખ ઉઘરાવીને કૌભાંડ આચર્યું હતું.  આ જમીન કૌંભાંડ મામલે વધુ નામ ખુલે તેવી શક્યતા છે.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post