બનાસકાંઠામાં લમ્પી બાદ પશુઓમાં નવા રોગથી ખળભળાટ, ટપોટપ મરી રહ્યાં છે પશુઓ, પશુપાલકોમાં ચિંતા


બનાસકાંઠામાં લમ્પી બાદ પશુઓમાં નવા રોગથી ખળભળાટ, ટપોટપ મરી રહ્યાં છે પશુઓ, પશુપાલકોમાં ચિંતા
બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારમાં ગયા વર્ષે આવેલ લંપી વાયરસ કરતા વધુ ખરવા રોગની પશુઓમાં અસર જોવા મળી છે. થરાદ, વાવ, સુઈગામ, ભાભર તાલુકાના ગામડાઓમાં સારવાર કરવા છતાં પશુઓ ટપોટપ મૃત્યુ પામી રહ્યા છે.  થરાદના જેટા ગામમાં એક ખરવા જેવા રોગના કારણે 300થી વધુ પશુઓના મૃત્યુ થયા હોવાનો ગામ લોકોનો દાવો છે. 
બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઈગામ સહિતના ગામડાઓમાં ખરવા જેવા રોગના કારણે પશુઓને અત્યારે પ્રાથમિક સારવાર કરવા છતાં દુધાળા, ગાભણ તેમજ નાના ભેંસો મૃત્યુ પામી રહ્યાં છે અને પશુપાલકોને લાખો રૂપિયાનું નુકસાન ગોઠવવાનો વારો આવી રહ્યો છે.ગયા વર્ષે આવેલ લંપી વાયરસ કરતાં પણ વધુ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.  પશુપાલકોની  માંગ છે કે રાજ્ય સરકાર ગંભીર નોંધ લઈને મૃત્યુ થઈ રહેલ પશુઓને અટકાવે અને પશુપાલકોનો  સહારો બને.ખરવા જેવા રોગના કારણે ભેંસો, નાના પશુ, ગાભણ પશુઓ તેમજ દોહવા આવતા હોય તેવા પશુઓને મોઢાના ભાગે ખરવાની અસર, ગળામાંથી લાળ પડવી, પગ પકડાઈ જવા  જેવી બીમારીના કારણે ખોરાક છોડી દઈ બે કે ત્રણ દિવસની અંદર પશુઓને સારવાર કરાવવા છતાં કેટલાક પશુઓના મૃત્યુ પામી રહ્યા છે. પશુપાલક પરિવારોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. થરાદ તાલુકાના જેટા ગામમાં ખરવા જેવા રોગના કારણે 300 થીવધુ પશુઓના મૃત્યુ થયા હોવાનો ગામ લોકોનો દાવો એક જ પશુપાલકને 15 દિવસે 70 હજાર રૂપિયાનું દૂધ ભરાવી વળતર મેળવતો હતો તે ખેડૂતને નવ જેટલા પશુ નાના-મોટા મૃત્યુ પામતા માત્ર 15 દિવસમાં રો.1,000 નું દુધ પહોંચી ગયુ ત્યારે આવા પશુપાલક ખેડૂતોએ રાજ્ય સરકાર પાસે આજીજી કરી રહ્યા છે અને પશુઓ માટે યોગ્ય સારવાર કરાવી મરતા પશુઓ ધન બચાવે તેવી માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાપશુપાલક અધિકારી શું કહે છે?બનાસકાંઠાના સરહદી વિસ્તાર 87% ટકા જેટલું ખરવા રોગનું રસીકરણ થયું હતું તેના કારણે અત્યારે પશુઓમાં અસર જોવા મળી રહી છે.પાલનપુર. દાતા વિસ્તારમાં 100% રસીકરણ થયેલ છે તે વિસ્તારમાં ખરવા રોગની અસર નથી.  અમે ખેડૂતોને જાગૃત કરીએ છીએ કે જ્યારે પણ રસીકરણ કરવામાં આવે ત્યારે તમામ પશુપાલકો 100% ટકા રસીકરણ કરાવે. જે પશુપાલકોના પશુઓ બીમાર હોય તે પશુપાલકો સરકારી ડોક્ટરનો સંપર્ક કરી તાત્કાલિક સારવાર કરાવે તે જરૂરી છે.માર્ચ મહિનાથી ખરવા રોગ સામે રસીકરણ ચાલુ કરવામાં આવશે જયારે રસીકરણ કરવામાં આવે ત્યારે પશુપાલકો પશુને રસી અપાવવા માટે થોડા ડરતા હોય છે તેના કારણે અસર જોવા મળી રહી છે.
Patan live news GJ 24
Govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post