IND vs ENG 2nd Test / રોહિત શર્માએ તોડ્યો MS ધોનીનો રેકોર્ડ, ભારતે 106 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યું


 IND vs ENG 2nd Test / રોહિત શર્માએ તોડ્યો MS ધોનીનો રેકોર્ડ, ભારતે 106 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યું

IND vs ENG 2nd Test ભારતે વિશાખાપટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવી દીધું છે. આ જીત સાથે જ ભારતે સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. ભારતને મુકાબલો જીતવામાં જસપ્રીત બુમરાહ, યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ અને રવિચંદ્રન અશ્વિનનું મહત્વનું યોગદાન રહ્યું. જાયસવાલે પહેલી ઈનિંગમાં 209 રન બનાવ્યા. જ્યારે બુમરાહે મેચમાં કુલ 9 વિકેટ લીધી. ત્યારે મુકાબલો ચોથા દિવસે જ પૂર્ણ થઈ ગયો.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યું. આ જીત સાથે જ રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રોહિત શર્માએ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના મોટા રેકોર્ડને ધ્વસ્ત કરી દીધો. ધોની કરતા હવે રોહિતે ભારત માટે વધુ જીતેલી ઈન્ટરનેશનલ મેચમાં ભાગ લીધો છે.આ પહેલા મહેન્દ્ર સિંહ ધોની ભારત તરફથી 295 મેચ જીતનારા ખેલાડી હતા. ત્યારે ઈંગ્લેન્ડ સામે જીત મેળવ્યા બાદ રોહિત શર્માએ પ્લેયર તરીકે 269મી ઈન્ટરનેશનલ મેચમાં મળેલી જીતનો ભાગ બન્યા. આ રીતે રોહિત ધોની કરતા આ મામલે આગળ નીકળી ચૂક્યા છે.ભારતે 106 રનથી ઇંગ્લેન્ડને હરાવ્યુંમેચમાં 399 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન ટીમ 292 રન પર જ સમેટાઈ ગઈ. આ દરમિયાન ટીમ માટે જેક ક્રોલીએ સૌથી મોટી 73 રનોની ઈનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ રહ્યો. આ સિવાય કોઈ પણ ઈંગ્લિશ બેટર મોટી ઈનિંગ ન રમી શક્યો, જેને લઈને તેમણે મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો.ભારતે મેચમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પહેલી ઈનિંગમાં 396 રન બોર્ડ પર લગાવ્યા. ટીમ માટે આ દરમિયાન યશસ્વી જાયસવાલે સૌથી મોટી 209 રનોની ઈનિંગ રમી, જેમાં 19 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ રહ્યા. જોકે, આ સિવાય પણ ભારતીય બેટર મોટી ઈનિંગ ન રમી શક્યા.પછી પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડ 253 રનો પર જ સમેટાઈ ગઈ. ત્યારબાદ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 255 રન બોર્ડ પર લગાવીને ઈંગ્લિશ ટીમને 399 રનનો ટાર્ગેટ આપ્યો, જે તેઓ હાંસલ ન કરી શક્યા.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post