જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATSએ મુંબઈથી કરી અટકાયત


 જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATSએ મુંબઈથી કરી અટકાયત

Maulana Mufti Salman Azhari detained by Gujarat ATS from Mumbai જૂનાગઢમાં જાહેરસભામાં ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત ATS અને મુંબઈ ATSએ મુંબઈથી અટકાયત  કરી છે. આ મામલે જૂનગાઢ પોલીસે કાર્યક્રમના બે આયોજકો મલેક અને હબીબની પહેલા જ ધરપકડ કરી હતી અને ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ ચાલુ હતી, જેની આખરે મુંબઈથી અટકાયત કરવામાં આવી છે. 

ધર્મ અને વ્યસન મુક્તિના કાર્યક્રમના નામે લેવાઈ હતી મંજૂરી જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે 31 જાન્યુઆરીની રાત્રે અહીં ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપવામાં આવ્યું હતું. આ ધર્મ અને વ્યસન મુક્તિના કાર્યક્રમના નામે આ જાહેરસભાની મંજૂરી લેવામાં આવી હતી જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. મૌલાનાના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ થયો હતોઆ કાર્યક્રમ 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિર ખાતે યોજાયો હતો, જેમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ કરેલા  ભડકાઉ ભાષણનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર જે 22 સેકન્ડનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં મુફ્તી સલમાન ‘આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા’ જેવાં ભડકાઉ વાક્યો કહેતો સાંભળવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ આયોજકો અને મૌલાના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post