ACBની સફળ ટ્રેપ : છત્રાલા ગામના સરપંચ સહિત પરિવાર 40 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો


  ACBની સફળ ટ્રેપ : છત્રાલા ગામના સરપંચ સહિત પરિવાર 40 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો

ડીસા તાલુકાના છત્રાલા ગામના મહિલા સરપંચ સહિત પરિવાર 40 હજાર રૂપિયાની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)એ ઝડપી પાડ્યા છે. ગામમાં સીસી રોડનું કામ પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટરને બિલનો ચેક આપવા માટે ટકાવારી પેટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીના આધારે પાલનપુર એસીબી પીઆઈ એમએ ચૌધરી સહિતની ટીમે છટકું ગોઠવી પરિવારને રંગે હાથ ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસા તાલુકાના છત્રાલા ગામના મહિલા સરપંચ, તેનો પતિ, પુત્ર અને ભત્રીજા સહિત ચાર લોકો 40 હજાર રૂપિયાની લાંચ લેતા રંગે હાથ એસીબીએ ઝડપી પાડ્યા છે. એક કોન્ટ્રાક્ટરે ગામમાં સીસી રોડનું કામ કર્યું હતું અને પાંચ લાખ રૂપિયાનો સીસી રોડ બનાવ્યા બાદ કામગીરી પૂર્ણ થતાં કામગીરીનો ચેક લેવાનો હતો. આ ચેક આપવા માટે સરપંચ અને તેમના પુત્રએ કામગીરીની ટકાવારી પેટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.જોકે, કોન્ટ્રાક્ટર લાંચ આપવા માગતા નહતા પરિણામે તેણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. છટકા દરમ્યાન ફરિયાદી પાસેથી મહિલા સરપંચ ગીતાબેન દહેળાજી સોલંકીની હાજરીમાં તેમના પતિ દહેળાજીએ લાંચના નાણા લીધા હતા.જે નાણા લઈ તેના પુત્ર વિક્રમસિંહને આપ્યા હતા અને તેણે નાણા સ્વીકારી મહિલા સરપંચના ભત્રીજાને આપ્યા હતા. જે બાદ તેણે પેટના ખિસ્સામાં સંતાડી દીતા ટ્રેપ દરમ્યાન ચારેય લોકો લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા હતા.

patan live news GJ 24

govabhai p ahir 

Post a Comment

Previous Post Next Post